પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ (2024) Parishram a ja Parasmani Essay in Gujarati

Parishram a ja Parasmani Essay in Gujarati : પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ : નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ .મિત્રો અને અહીંયા ખૂબ જ સરળ ભાષામાં પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ લઈને આવ્યા છીએ .અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ વિશેનો આ લાંબો નિબંધ વર્ગ 7, 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે પણ યોગ્ય છે.

પરિશ્રમ એટલે પારસમણી આનો મતલબ થાય છે દરેક મનુષ્ય જો જીવનમાં મહેનત કરશે તો જ તે મનુષ્ય સફળતા મેળવી શકશે દરેક મનુષ્યના જીવનમાં સફળતા મેળવવા માટે મહેનત કરવી ખૂબ જ જરૂરી છે મહેનત વગરની સફળતા મળતી નથી.એટલે કે જો વ્યક્તિ કોઈ બેસી રહી અને પોતે કંઈ પણ કર્યા વગર સફળતાની રાહ જોવે તો તેને કંઈ જ મળતું નથી.

તેવી જ રીતે જો મહેનત જો વ્યક્તિ મહેનત કરે તો તેને અવશ્ય તેમાં સફળતા મળે જ છે તેથી જ આ નિબંધનું શીર્ષક યોગ્ય છે પરિશ્રમ એ જ પારસમણી છે.સખત પરિશ્રમ મહત્વપૂર્ણ છે અને ઇતિહાસે તેને વારંવાર સાબિત કર્યું છે. મહાન એડિસન દિવસમાં ઘણા કલાકો સુધી કામ કરતો હતો અને તે તેના પ્રયોગશાળાના ટેબલ પર ફક્ત તેના ઓશીકું તરીકે તેના પુસ્તકો સાથે સૂતો હતો.

પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ 2024 Parishram a ja Parasmani Essay in Gujarati

Parishram a ja Parasmani

.

પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ Parishram a ja Parasmani Essay in Gujarati

તેવી જ રીતે આપણા ભારતના રહી ચૂકેલા વડાપ્રધાન પણ દિવસની 17 કલાક મહેનત કરતા હતા અને અત્યારે હાલના વડાપ્રધાન પણ ખૂબ જ મહેનત કરે છે.અને અઠવાડિયાના સાત દિવસ કામ કરતા હતા. તેણે કોઈ રજાઓ માણી ન હતી. આપણા મહાન નેતા, મહાત્મા ગાંધીએ આપણા દેશને આઝાદી અપાવવા માટે ચોવીસ કલાક કામ કર્યું.

આના પરથી આપણે જોઈ શકીએ છીએ કે સખત મહેનત કરવાથી જ આપણને તેનું ફળ અવશ્ય મળે જ છે અને મહેનત કરવા માટે મનુષ્યએ હમેશા જાગૃત રહેવું પડે છેકારણ કે તે તમને તમારા સપનાને પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. જેમ આપણે કહીએ છીએ, માણસ કામ કરવા માટે જન્મ્યો છે. સ્ટીલની જેમ, તે ઉપયોગમાં ચમકે છે અને બાકીના સમયે કાટ લાગે છે.

પરિશ્રમ એ જ પારસમણિ છે આ કહેવત બિલકુલ સાચી છે.જ્યારે આપણે જીવનમાં સખત મહેનત કરીએ છીએ, ત્યારે આપણે કંઈપણ પ્રાપ્ત કરી શકીએ છીએ અને આપણા જીવનમાં આવતી કોઈ પણ તકલીફોને આપણે આપણી મહેનત દ્વારા અને આપણી સુજ દ્વારા તેને દૂર કરી શકીએ છીએ. તદુપરાંત, આપણે એ જાણીને પણ વધુ સારું જીવન જીવી શકીએ છીએ કે આપણે જે પણ કામ કરી રહ્યા છીએ તેમાં આપણું સર્વ શ્રેષ્ઠ આપવા માટે હંમેશા પૂરતા પ્રયત્નો કરવા જ જોઈએ.

કોઈપણ વ્યક્તિ પહેલી વખત પોતાનો પરસેવો પાડી અને જે પણ કમાઈને લાવે છે તેનાથી મોટી ખુશી એના માટે બીજું કંઈ હોતી નથી મહેનત કરીને સફળતા મેળવેલી ખુશી હંમેશા સર્વશ્રેષ્ઠ હોય છે તેથી જ દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં સફળ થવા માટે ક્યારે શોર્ટકટ રસ્તો અપનાવો નહીં. જ્યારે તમે સખત મહેનત કરો છો, ત્યારે નિશ્ચય, ધ્યાન, એકાગ્રતા જેવી વસ્તુઓ તમારી પાસે આપોઆપ આવે છે.

પરિણામે, કંઈપણ તમને સફળતા પ્રાપ્ત કરવાથી રોકશે નહીં.હંમેશા મહેનત કરી અને આગળ વધવાની કોશિશ કરવી જોઈએ. મનુષ્ય તરીકે, આપણે જીવનમાં ઘણી બધી વસ્તુઓ પ્રાપ્ત કરવા ઈચ્છીએ છીએ.કોઈપણ વ્યક્તિ જન્મથી અમીર હોતો નથી વ્યક્તિ ઝૂંપડીમાં જન્મ લે છે પરંતુ તે તેના અથાગ મહેનત અને સખત મહેનતથી પોતાનો મહેલ બાંધે છે અને તેમાં મૃત્યુ પામે છે.આ વસ્તુઓ સાકાર થવા માટે સખત મહેનતની જરૂર છે.

ગરીબી એ અભિશાપ નથી પણ આદર્શ છે. જ્યારે આપણે આપણો સમય બરબાદ કરીએ છીએ, આમ, તે બતાવે છે કે કેવી રીતે મહાન કાર્ય દ્વારા વ્યક્તિ સફળતાની ચાવી મેળવી શકે છે. જ્યારે તમે સખત મહેનત કરવાનું શરૂ કરો છો, ત્યારે તમે તમારા જીવનમાં પરિવર્તન જોશો. તમે વધુ શિસ્તબદ્ધ અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો.મનુષ્યના જીવનમાં પરિશ્રમનો ખૂબ જ મહત્વ છે. પરિશ્રમ કરવાથી જ આગળ વધી શકાય છે.

આળસના કરવાથી જીવન આત્મહત્યા સમાન ગણાય છે.પરિશ્રમ વગર મનુષ્યનું જીવનમાં બધું જ નકામો છે તેથી જ કહેવાયું છે કે પરિશ્રમ એ જ પારસમણી છે મનુષ્યએ હમેશા પરિશ્રમ કરતા જ રહેવું જોઈએ જો તમારી પાસે ઘણા બધા પૈસા હોય છે અને તમે એવું વિચારીને બેસી જશો કે આપણે કમાવાની કંઈ જરૂર નથી તો તમારી પાસે તે ધન દોલત પણ રહેશે નહીં તેથી દરેક વ્યક્તિએ હંમેશા પરિશ્રમ તો કરવો જ પડે છે જીવનને સફળ બનાવવા માટે નાના બાળકથી લઈને મોટા ઉંમરના કોઈપણ વ્યક્તિએ પોતાના જીવનના અંત સમય સુધી મહેનત કરવી પડે છે.

સફળતા એ નથી કે કોઈ વ્યક્તિ જીવનમાં પ્રખ્યાત  અને સમૃદ્ધ હોય. જ્યારે તમે સખત મહેનત કરો છો અને પ્રેમથી ભરપૂર આરામદાયક જીવન જીવો છો તે પણ સફળતા છે. સખત પરિશ્રમ ફક્ત કામ સુધી જ સીમિત ન હોવો જોઈએ, પણ તમારા અંગત જીવનને પણ. જ્યારે તમે કામ અને સંબંધોમાં સખત મહેનત કરશો, ત્યારે જીવન સમૃદ્ધ થશે.

જો કોઈપણ વિદ્યાર્થીઓ નસીબના ભરોસે બેસી રહે અને આખો વર્ષ કોઈ પણ મહેનત કરે નહીં તો તે હંમેશા અસફળ જ રહે છે તેથી હંમેશા મહેનત કરવી ખૂબ જ જરૂરી છે.સફળતા એને જ મળે છે જે મહેનત કરે છે.વિદ્યાર્થીઓ માટે તો પરિશ્રમ એ પારસમણિ જ છેઆપણા પરિશ્રમ એ જ સાચી પારસમણિ છે આવો વિચાર કરવા વાળો માણસ હંમેશા સફળ જ થાય છે.પરિશ્રમ તો મજૂર લોકો પણ કરે છે પરંતુ સાથે સાથેમગજની પણ વાપરવું જોઈએ તેજ આપણી પાસે પારસમણી છે

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

3 thoughts on “પરિશ્રમ એ જ પારસમણિ પર નિબંધ (2024) Parishram a ja Parasmani Essay in Gujarati”

Leave a Comment