ખેડૂત ની આત્મકથા ઉપર નિબંધ ગુજરાતી. 2024.Essay on the autobiography of a farmer

ખેડૂત ની આત્મકથા ઉપર નિબંધ ગુજરાતી. 2024.Essay on the autobiography of a farmer

.Essay on the autobiography of a farmer:ખેડૂત ની આત્મકથા ઉપર નિબંધ ગુજરાતી :પ્રિય મિત્રો આજે હું ખેડૂત ની આત્મકથા ઉપર નિબંધ લખું છું.  ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે છે.

ખેડૂત ની આત્મકથા ઉપર નિબંધ ગુજરાતી.2024.Essay on the autobiography of a farmer

farmer image

ખેડૂત ની આત્મકથા ઉપર નિબંધ ગુજરાતી.Essay on the autobiography of a farmer

ખેડૂત ની આત્મકથા પર નિબંધ લખી રહી છું. કારણ કે આપણો દેશ એક ખેતીપ્રધાન દેશ છે. એટલે આપણો ભારત દેશ છે ખેડૂતોનો દેશ છે.

એક ખેડૂત ની આત્મકથા વિશે લખીને હું તમને જણાવવા માગું છું કે એક ખેડૂતો પોતાના જીવનમાં શું કરે છે શું વિચારે છે અને કેટલો પરિશ્રમ કરે છે.

મારો જન્મ એક સામાન્ય નાગરિક તરીકે જ થયો હતો મેં મારા વ્યવસાય તરીકે ખેતીને પસંદ કરી એટલે મને ખેડૂત તરીકે ઓળખવામાં આવે છે.

આજે હું તમને એક ખેડૂત ની આત્મકથા એટલે કે મારા વિષે કહેવા માંગું છું. હું એક ખેડૂત છું અને મારો જન્મ માનવજાતિ પ્રાણી જાતિ બધા માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે થયો છે.

એક ખેડૂત તરીકે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ હોય છે છતાં પણ મારા જીવનમાં આવવા વાળી દરેક મુશ્કેલીઓનો હું ખુશી ખુશી સામનો કરું છું. હું તમને ખેડૂત ની આત્મકથા વિશે કહું તો મારું જીવન હંમેશા કઠિન આયો થી જ ભરેલું હોય છે. છોટા પણ હું જીવનમાં નાની નાની ખુશીઓ શોધીને પણ ખુશ જ રહું છું.

મારા માટે દેશનો ખેડૂત હોવું એ સૌભાગ્યની વાત છે. હું રોજ સવારે વહેલો ઉઠી અને જમવાનું સાથે લઈને ખેતરે જતો રહું છું. ખેતર નો ટુકડો ખેતર ની માટી એ મારા માટે ફક્ત ખેતર જ નહીં પરંતુ મારા જીવનનો એક ભાગ છે.

એક ખેડૂત તરીકે હું રોજ સવારથી લઇને રાત સુધી ખેતરમાં મહેનત કરું છું ખેતી કામ કરું છું. ગમે તેવી ઋતુ હોય કે ગમે તેવું વાતાવરણ હોય પરંતુ મારે તો હંમેશા છે તારે જવું જ પડે છે. ઠંડી-ગરમી તડકો વરસાદ બધું જ સહન કરીને હું આખો દિવસ ખેતરમાં કામ કરું છું અનેબીજ વાવું છું અને તેનું જતન કરું છું.

ઉનાળાના ભર બપોરે ખેતરમાં કામ કરું મારા માટે ખૂબ જ કઠિન છે. તેમ છતાં પણ હું ખૂબ જ મહેનતથી કામ કરું છું અને પાક ઉગાડી છું અને તેનું જતન કરું છું.

જેવી રીતે એક મા પોતાના બાળકને નાનપણથી જ સારા પૈસા રાખી અને તેનું જતન કરે છે. તેનું પાલન-પોષણ કરે છે તેવી જ રીતે હું પણ સૂકી જમીન ઉપજાઉ જમીન બનાવું છું. આખો દિવસ તડકામાં મા પગ ના તળિયા ફાટી જાય છે અને અસહ્ય દર્દ થાય છે. છતા પણ હું હંમેશા હસતા મોઢે કામ કરું છું.

એક ખેડૂત ની આત્મકથા વિશે કહું તો હું આખી રાત જાગીને જાનવરો થી મારા પાકને બચાવો છું અને મારા પાકને રક્ષા કરું છું. આખી રાત જાગીને ખેતરમાં પાણી પાવું છું જ્યારે તમારી તબિયત ખૂબ જ ખરાબ થઈ જાય છે.

છતા પણ હમેશાં હસતો જ રહું છું કારણ કે મને ખબર છે કે મારો પાડેલો પરસેવો અને અને મારી કરેલી મહેનત ખૂબ જ રંગ લાવશે

પહેલાના જમાનામાં ખેતી કરવી સારી હતી કારણ કે તેમાંથી મને મારી રોજગારી મળી રહેતી હતી પરંતુ આધુનિક સમયમાં ખેતી કરવી ખૂબ જ મુશ્કેલ છે અને ખેડૂતો માટે હંમેશા મુશ્કેલીઓ ઉભી જ થતી હોય છે. આપણું ઋતુચક્ર બદલાઈ જતું હોવાથી અને માવઠું થતું હોવાથી ખેડૂતોને ખૂબ જ ચિંતા થતી હોય છે.

આજના વર્તમાન સમયમાં વાવેતર કરવા માટે બિયારણ ખૂબ જ મોંઘા થઇ ગયા છે. એટલા માટે મારે જ્યાં ત્યાંથી પૈસા ઉધાર લઈને પણ બિયારણ વાવવું પડે છે. અને સુખી જમીનને ઉપજાઉ જમીન બનાવવી પડે છે. ઘણી વખત આટલી બધી મહેનત કરવા છતાં પણ કમોસમી વરસાદના કારણે મારો પાક નિષ્ફળ જાય છે અને મને ખૂબ જ મોટી નુકસાની આવે છે.

છતાં પણ એક ખેડૂત તરીકે મારી પાસે બીજો કોઈ રસ્તો હોતો જ નથી. વાવેતર ના સમયે પાક ની કિંમત વધારે હોય છે પરંતુ જ્યારે વેચવાનો સમય થાય ત્યારે તેની કંઈ જ કિંમત આવતી નથી ક્યારેક ક્યારેક તો પાકની આવક કરતાં પાક નો ખર્ચો વધી જાય છે અને આવી રીતે ખેડૂતો પાયમાલ થાય છે. આવું થવાથી ખેડૂત ધીમે ધીમે દેવામાં ડુબતા જાય છે.

જ્યારે હું ઘરેથી ખેતરે જવા નીકળતો ત્યારે ઘરેથી જમવાનું ભાતું ભેગું લઈને જતો. જેમાં જુવારનો રોટલો બાજરાનો રોટલો ડુંગળી ગોળ છાશ વગેરે હોય છે. અને જ્યારે પણ ભુખ લાગે ત્યારે અમે જમવા બેસી જઈએ અને એકાદ રોટલો પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. જમીને આરામ કરવા માટે મારી વાડીમાં એક મોટો લીંમડો હતો તેની નીચે હું આરામ કરવા બેસી જતો હતો.

જ્યારે પણ આવે તો ચાલુ કરીએ ત્યારે વરસાદની ખૂબ જ રાહ જોતા હોઈએ છીએ. સિઝનનો પહેલો વરસાદ પડતો ત્યારે અમે ખૂબ જ  ખુશ થઇ જતા હતા અને પહેલા વરસાદની માટીની સુગંધ ખૂબ જ મનમોહક હોય છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment