પુસ્તકો આપણા સાચા મિત્રો પર(પરીક્ષાલક્ષી) નિબંધ .2024 Books essay on our true friends

Books essay on our true friends: આપણા સાચા મિત્રો પર નિબંધ પુસ્તક જેમાં કોઈનો વિચાર સુષુપ્ત રીતે ધરબાયેલો છે. એ વિચારના અનેક સ્વરૂપો હોઇ શકે – ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, લેખ, કવિતા, ગઝલ કે સાહિત્યના કોઈપણ સ્વરૂપે.જે વ્યક્તિ રોજ બરોજ પુસ્તકોના વાંચનની ટેવ પાડે છે એ વ્યક્તિ પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હોય છે.પુસ્તકો આપણી પાસે કશું જ માગતા નથી પરંતુ પુસ્તકો વાંચવાથી આપણને અનેરો આનંદ મળે છે

.અને એક અલગ જ કલ્પનાની દુનિયામાં લઈ જાય છે. ગાંધીજીએ પણ આપણને પુસ્તક નું મહત્વ સમજાવતા કહ્યું છે કે પુસ્તકનું મૂલ્ય રત્ન અને ઝવેરાત કરતા પણ વધારે છે.જેમ્સ ક્રિમેન ક્લાર્કએ પણ કહેતા કે ઉપનિષદ જેવા કેટલાય ગ્રંથોએ લોકોનું કલ્યાણ કર્યું છે.

પુસ્તકો આપણા સાચા મિત્રો પર નિબંધ.2024 Books essay on our true friends

આપણા સાચા મિત્રો Moment
પુસ્તકો આપણા સાચા મિત્રો

આપણા ગુજરાતીમાં પુસ્તકો પર ઘણા બધા સુવિચારો પર લખવામાં આવ્યા છે જેમાંથી


1-પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અનેસુખી છે
2-સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે.
3-પુસ્તકો મન માટે સાબુનું કાર્ય કરે છે.
4-જુના કપડા પહેરીને પણ નવા પુસ્તકો ખરીદવા જોઈએ
5-જે પુસ્તક બંધ જ રહે છે તે કાગળના ઢગલા જેવું છે.
6-સ્વાધ્યાય દ્વારા આત્મ વિકાસ કરવાનું મોટું સાધન પુસ્તક છે.

આપણા સાચા મિત્રો Slomo 1આપણા સાચા મિત્રો Slomo 2

-પુસ્તકોએ મહાન આત્મા નું જીવન ચરિત્ર હોય છે. રત્ન મા બહારથી ચમક દેખાય છે જ્યારે પુસ્તકો અંતઃકરણને ઉજ્જ્વળ બનાવે છે.કેવી રીતે વ્યાયામ કરવાથી શરીરને લાભ મળે છે તેવી જ રીતે પુસ્તકોનું વાંચન કરવાથી મગજને લાભ મળે છે અને મગજને તંદુરસ્ત રહે છે.


-દરેક મનુષ્યએ પોતાના જીવનમાં પુસ્તકો વાંચવાની દરરોજ ડી ટેવ પાડવી જોઈએ.વિદ્યાર્થીઓએ ફક્ત અભ્યાસ માટેના જ પુસ્તક નહી પરંતુ અન્ય જીવન વિકાસ થાય તેવા પુસ્તકો સામાયિકો વર્તમાન પત્રો વગેરે વાંચવું જોઈએ


માતૃ અભ્યાસક્રમના પુસ્તકોનું વાંચન કરી અને જ્ઞાન મેળવીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ નો અભ્યાસક્રમ અધૂરો ગણાય છે,ઈતર પ્રવૃતિના પુસ્તકો વાંચીને જો આપણે વિવિધ વિષયોનું જ્ઞાન મેળવી અને મૌલિક શક્તિઓને ઓળખી શકીએ છીએ.

પુસ્તકો આપણા સાચા મિત્રો પર નિબંધ.2024 Books essay on our true friends
.જે વ્યક્તિ રોજ બરોજ પુસ્તકોના વાંચનની ટેવ પાડે છે એ વ્યક્તિ પાસે જ્ઞાનનો ભંડાર ભરેલો હોય છે.પુસ્તકો આપણી પાસે કશું જ માગતા નથી પરંતુ પુસ્તકો વાંચવાથી આપણને અનેરો આનંદ મળે છે.અને એક અલગ જ કલ્પનાની દુનિયામાં લઈ જાય છે.


આપણા સમાજમાં કોઈપણ મહાપુરુષોના જીવનમાં આપણે ડોકયુ કરીને જોઈએ તો તે સમયમાં એક આદત કોમન જ દેખાય છે.તે આદત છે પુસ્તકોનું વાંચન બધા જ મહાપુરુષો સતત નવા નવા પુસ્તકોનું વાંચન કરતા રહે છે.


આપણા ઝવેરચંદ મેઘાણી જ્યારે બીએનું અભ્યાસ કરતા ત્યારે તેમની પાસે જમવા અને ભણવા માટે ના ફોટા પૈસા ન હતા તેઓ પોતાના કોલેજ જીવનમાં પોતાના રોજિંદા અભ્યાસ ખર્ચમાં કાપ મૂકી દેતા હતા અને નવા નવા પુસ્તકો ખરીદતા અને આવા નવા નવા પુસ્તકો નો અભ્યાસ કર્યા પછી તે એક મોટા કવિ બન્યા

આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જે મિસાઇલ મેન તરીકે ઓળખાતા તેવા આપણે ડોક્ટર એપીજે અબ્દુલ કલામને પણ પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ હતો.જ્યારે તેઓ રાષ્ટ્રપતિ નો કાર્યકાળ પૂરો થયો ત્યારે રાષ્ટ્રપતિ ભવન માંથી વિદાય લેતી વેળા એ તેમના સામાનમાંથી ૨૫00 જેટલા પુસ્તકો નીકળ્યા એ સિવાય થોડા કપડા અને


હતા તેના સિવાય બીજું કશું જ ન હતું તેઓ પુસ્તકોને જ સાચા મિત્રો માનતા હતા અને પુસ્તકોને જ સાચી સંપત્તિ માનતા હતા.ભોજન લીધા પછી તેને પચાવી પણ અગત્યનું છે તેવી જ રીતે કોઈ પણ વાંચ્યા પછી પણ તેને પચાવવું પણ તેટલું જ અગત્યનું છે.

સારા પુસ્તકોનું વાંચન ફક્ત વાંચવા ખાતર જ નહી પરંતુ તે વાંચન નું આપણા જીવનમાં કેટલો જ અમલ કરવો પણ ખૂબ જ જરૂરી છે.જો એમ ન થાય તો તે વાંચવું કોઈ જ મહત્વ રહેતું નથી.


એ માત્ર સમયની બરબાદી છે. પુસ્તકો વાંચતો માણસ અને પુસ્તકો ન વાંચતા માણસના વ્યક્તિત્વમાં ફરક દેખાવો જોઈએ
એક સારું પુસ્તક વ્યક્તિના વિચારો બદલી શકે છે

.અને વિચારોથી એની સમજ બદલાય છે.સમાજથી તેનો સ્વભાવ બદલાય છે.અને સ્વભાવ બદલાવાથી વ્યક્તિનું બદલાય છે અને વ્યક્તિત્વ બદલાવાથી વ્યક્તિ સંપૂર્ણપણે બદલાઇ જાય છે.સારા પુસ્તકોનું વાંચન આપણી જાતનું ‘newly updated version’ કરી આપે છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment