વૃક્ષોનુ મહત્વ પર નિબંધ.2024 Essay on importance of the trees.

Essay on importance of the trees વૃક્ષોનુ મહત્વ પર નિબંધ: વૃક્ષોનુ મહત્વ પર નિબંધ: નમસ્તે મિત્રો આજનો આપણો વિષય છે વૃક્ષોનુ મહત્વ પર નિબંધ .મિત્રો અને અહીંયા ખૂબ જ સરળ ભાષામાં વૃક્ષોનુ મહત્વ પર નિબંધ લઈને આવ્યા છીએ .અને વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી છે.વૃક્ષોનુ મહત્વ પર નિબંધ વિશેનો આ લાંબો નિબંધ વર્ગ 7, 8, 9 અને 10 ના વિદ્યાર્થીઓ માટે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે પણ યોગ્ય છે.

અહીં તમને વિદ્યાર્થીઓ અને બાળકો માટે લેખન કૌશલ્ય સુધારવા માટે વૃક્ષોનુ મહત્વ પર નિબંધ મળશે. વૃક્ષોનુ મહત્વ પરના આ વૃક્ષોનુ મહત્વ નિબંધનો ઉપયોગ નીચલા તેમજ ઉચ્ચ ધોરણો માટે થઈ શકે છે.

વૃક્ષોનુ મહત્વ પર નિબંધ.2024 Essay on importance of the trees.

મહત્વ પર નિબંધ.

મિત્રો વૃક્ષને ધરતી પરનું ઘરેણું કહેવામાં આવે છે કારણ કે વૃક્ષ દ્વારા આપણને ઓક્સિજન મળે છે મિત્રો આ દુનિયામાં નાનાથી લઈને મોટા સુધીના સૌ લોકો વૃક્ષ વિશે અને વૃક્ષોથી થતા ફાયદાઓ વિશે જાણે છે .તો આપણે હંમેશા બધાને વૃક્ષ વાવવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ કારણ કે વૃક્ષ એ આ ધરતી પર હોવા ખૂબ જ જરૂરી છે.

જ્યારે વૃક્ષો વિશે વાત કરવાની આવે ત્યારે આપણે સૌથી પહેલા તે જ વિચારીએ છીએ કે વૃક્ષોના ઘણા ફાયદા છે અને ગેરફાયદા કોઈ પણ નથી તેથી આપણે શા માટે વૃક્ષો વાવવા જોઈએ આપણે હંમેશા વૃક્ષો વાવવા અને બીજાને વાવવા માટે પણ પ્રેરિત કરવા જોઈએ આ માટે વૃક્ષારોપણ નો કાર્ય પણ રાખવો જોઈએ.આપણને વૃક્ષ દ્વારા આપણને જીવન જરૂરિયાત માટેની સૌથી કીમતી વસ્તુ મળી રહે છે તો હંમેશા વૃક્ષ વાવવા લોકોને પ્રેરિત કરવા જોઈએ.

વૃક્ષોનું મહત્વ સમજાવવા માટે સ્કૂલમાં પણ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવે છે તો તેથી આપણે પણ વૃક્ષોનું મહત્વ સમજી અને બીજાને પણ વૃક્ષોનું મહત્વ સમજાવી શકીએ

આપણે બધાએ પોતપોતાના ઘરે એક વૃક્ષ તો ફરજિયાત વાવવું જ જોઈએ અને કોઈપણ શુભ કાર્ય કે પ્રસંગમાં પણ એક વૃક્ષ વાવવાનો નિયમ પણ બનાવવો જોઈએ જેના કારણે પૃથ્વી પર વૃક્ષોનું સંતુલન જળવાઈ રહે અને આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો રહે.વૃક્ષો આપણા ઘરના રહેઠાણની જગ્યામાં જગ્યા ની સુંદરતામાં પણ વધારો કરે છે અને કુદરતી સુંદરતામાં પણ વધારો કરે છે .

તેથી આપણે આપણી ઘર પાસે વૃક્ષો હંમેશા વાવવા જ જોઈએ અને તે આપણને કુદરતી આફતોથી પણ બચાવે છે.જો ત્યાં કોઈ વૃક્ષો નથી, તો આપણને ઘણું નુકસાન થશે.વૃક્ષો વિનાનું જીવન જ અશક્ય છે કોઈ પણ મનુષ્યને જીવવા માટે ઓક્સિજનની જરૂર પડે છે અને ઓક્સિજન આપણને વૃક્ષમાંથી મળી રહે છે તો આપણે આપણી આ ઘરની આસપાસ તો વૃક્ષો વાવવા જ જોઈએ વૃક્ષારોપણના કાર્યક્રમ પણ રાખવા જોઈએ અને લોકોને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ વૃક્ષો આપણને બીજા પણ ઘણા બધા ફાયદાઓ આપે છે.વૃક્ષોથી જે લાભ મળે છે,

તે બીજે ક્યાંયથી મળતો નથી.વૃક્ષો જીવન છે. તેઓ વન્યજીવોના કુદરતી રહેઠાણો છે. ઉપરાંત, તેઓ આપણા પર્યાવરણની સુંદરતા છે. આપણી માતૃ પ્રકૃતિ આવશ્યક છે. વૃક્ષો એ આપણી પ્રકૃતિનો સૌથી સુંદર અને આવશ્યક ભાગ છે.વૃક્ષો એ પૃથ્વી પરનું લીલું સોનું છે અને તમામ જીવંત સ્વરૂપોના અસ્તિત્વનો સ્ત્રોત છે.

કુદરતે હંમેશા પોતાનું સંતુલન એકબીજા સાથે જોડાણ રાખેલું છે જો એક વૃક્ષને કોઈ ખલેલ પહોંચાડે છે તો તેના માટે તે તમામ તમામ જીવોને નુકસાન પહોંચાડે છે.માનવ જીવનમાં વૃક્ષનું મહત્વ છે. વૃક્ષો આપણને ખોરાક અને ઓક્સિજન જ પૂરો પાડે છે ત્યાં સુધી જ મર્યાદિત નથી પરંતુ તેના સિવાય પણ ઘણા બધા ફાયદાઓ છે જે આપણું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ખૂબ જ જરૂરી છે તેથી હંમેશા દરેક વ્યક્તિએ ફરજિયાત વૃક્ષો વાવવા જોઈએ અને તેનું મહત્વ પણ સમજવું જોઈએવૃક્ષોએ મનુષ્યના અસ્તિત્વ માટે અને તેને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ધરાવે છે

વૃક્ષોની અલગ અલગ જાતિ આપણને અલગ અલગ ફાયદાઓ પણ આપે છે અને આપણા આયુર્વેદ શાસ્ત્રમાં પણ વૃક્ષોને દવા તરીકે વૃક્ષોના પાંદડા ની દવા તરીકે પણ ઘણા બધા ઉપયોગ દર્શાવ્યા છે વૃક્ષો આપણને અલગ અલગ ઘણી બધી રીતે મદદ કરી શકે છે.આપણી સરકાર પણ વૃક્ષ વાવો અભિયાન પણ ચલાવી રહી છે વનનાબૂદીને રોકવા માટે પણ ઘણા બધા કાર્યક્રમો ચાલે છે ઘણી બધી શાળા કોલેજ હોસ્પિટલો સંસ્થાઓ વનનાબૂદીને રોકવા અને વૃક્ષો વાવવાના ફાયદાઓ જણાવવા પગલાં લઈ રહી છે. ચાલો આપણે માનવ જીવનના અસ્તિત્વ માટે વૃક્ષોના મહત્વ વિશેના કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર જઈએ.

પાણી સંતુલન

વૃક્ષો જમીનમાં પાણીને પકડી રાખે છે તેથી જો વધુ વૃક્ષો વાવશું તો વધારે વરસાદ પડશે અને વધારે વરસાદ પડશે તો વૃક્ષો પાણીને વધારે સંગ્રહ કરી શકે છે.અને તેથી તે સ્વચ્છ પાણીને વહેતું અટકાવે છે અને એક જગ્યાએ સંગ્રહ કરીને રાખી શકે છે અને ગટરોમાં પાણીને જવા દઈ અને ગટરમાં પાણીનો બગાડ કરતું નથી.ની સાથે તેઓ વોટરશેડ તરીકે પણ કામ કરે છે

અને ધીમે ધીમે પૃથ્વી અને વાતાવરણમાં છોડતા પહેલા પૂરના પાણીને થોડો સમય પકડી રાખે છે.કુદરતે વૃક્ષને એટલી સરસ વ્યવસ્થા બનાવી છે કે તેઓ વરસાદના પાણીને એક જગ્યાએ સંગ્રહ કરી શકે છેપાણીના આધારને જાળવી રાખે છે અને અમને પાણીની પથારી પ્રદાન કરે છે. તે વરસાદ અને પૂર દરમિયાન જમીનને ભૂગર્ભમાં ધોવાઈ જવાથી અટકાવે છે આમ ભૂસ્ખલન અને જમીનના ધોવાણને અટકાવે છે.

ઓક્સિજન અને ગ્લોબલ વોર્મિંગ

વૃક્ષોનુ મહત્વ:વૃક્ષો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ પોતે લે છે અને આપણને ઓક્સિજન પૂરો પાડે છે.અને આપણને જીવવા માટે ઓક્સિજનની ખાસ ખૂબ જ મહત્વની જરૂર છે જો આપણે વૃક્ષો નહીં વાવીએ અને જે વૃક્ષો છે તેને કાપવા માટેના પ્રયત્નો કરીશું તો આપણને ઓક્સિજન લેવામાં પણ તકલીફ પડી શકે છે અને ધીમે ધીમે વનનાબૂદીના કારણે લોકો શ્વાસની તકલીફથી પીડાઈ શકે છે તેથી આપણે મનના મૂડી અટકાવી જોઈએ અને વૃક્ષો વાવવા માટે સૌને પ્રેરિત કરવા જોઈએ વધુમાં, વૃક્ષો દ્વારા શ્વાસ લેવામાં આવતો કાર્બન ડાયોક્સાઇડ ગ્રીનહાઉસ વાયુઓમાંનો એક છે.

ગ્રીન હાઉસ અસરને કારણે અને સૂર્યના વધતા જતા તાપમાનને કારણે ગ્લોબલ વોર્મિંગ પણ વધી રહ્યું છે પરંતુ જો આપણે વૃક્ષોનું જતન કરીશું અને તેને બચાવીશું તો આપણે પણ ગ્લોબલ વોર્મિંગ ની અસરથી બચી શકે છે. તેથી વધુ વૃક્ષો વાવવાથી હવા શુદ્ધ થશે ગ્લોબલ વોર્મિંગની અસર ઘટશે.

સ્વસ્થ જીવન

વૃક્ષોનુ મહત્વ:વૃક્ષો દ્વારા આપણને ઘણું બધું મળે છે તે આપણને ખૂબ જ તાજગી છાયો અને લીલોતરી પૂરી પાડે છે.
વૃક્ષો આપણને સ્વચ્છ હવા, પાણી અને ખોરાક આપે છે.તાજી હોવાને લીધે આપણે શ્વાસ પણ સરખી રીતે લઈ શકીએ છીએ અને આપણને માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે.તે વાતાવરણમાં હકારાત્મક કંપન આપે છે. વૃક્ષો ઉનાળા દરમિયાન અને વરસાદ દરમિયાન ઠંડક પણ આપે છે.

જે બાળક નાનપણથી જ કુદરતી વાતાવરણ વચ્ચે અને વૃક્ષો વચ્ચે મોટો થયો હોય તેનો ઉછેર વૃક્ષો વચ્ચે થયું હોય તેવા બાળકનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું હોય છેજ્યારે હરિયાળીના સંપર્કમાં આવે છે ત્યારે દર્દીઓ સરળતાથી સ્વસ્થ થઈ જાય છે. એવી ઘણી બધી વસ્તુઓ છે જે વૃક્ષ આપણને સારા જીવન માટે પ્રદાન કરે છે.

અર્થતંત્ર અને પર્યાવરણ

શું તમને ખબર છે કે વૃક્ષો આપણા દેશની આર્થિક વૃદ્ધિ વધારવા માટે પણ ખૂબ જ જરૂરી છે કારણ કે વૃક્ષો દ્વારા આપણે ફળો કે બીજી કોઈ પણ પદાર્થ ઉત્પન્ન કરી શકીએ છીએ તેની દવાઓ પણ બનાવી શકીએ છીએ અને તેને આપણે બીજા દેશમાં નિકાસ પણ કરી શકીએ છીએ જેના લીધે આપણા દેશને ખૂબ આર્થિક રીતે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે વૃક્ષો ઉછેરવા અને તેમનું ઉત્પાદન વેચવાથી લોકોને તેમની આજીવિકા કમાવવામાં મદદ મળે છે. વૃક્ષો લાકડા અને કાગળ આપે છે.

વૃક્ષોના આપણા જીવનમાં ખરેખર ઘણું બધું મહત્વ છે અને આપણે ખરેખર રીતે વૃક્ષોનું જતન કરી શક્યા નથી તેના લીધે જ આજે દુનિયા ગ્લોબલ વોર્મિંગ પ્રદૂષણ કેવી મોટી આપત્તિ અસરોથી પ્રભાવિત થઈ રહ્યા છીએ.વૃક્ષોનું જતન સારી રીતે થવો જોઈએ અને દરેક વ્યક્તિએ સમજી અને પોતાના ઘર પાસે અવશ્ય વૃક્ષો વાવવા જોઈએ જેથી આપણે કોઈપણ પ્રકારની તકલીફથી બચી શકીએ દરેક મનુષ્યએ એક નિર્ણય લેવો જોઈએ જે કોઈપણ પોતાના સારા કામમાં શુભકામમાં એક વૃક્ષ જરૂર રોપે અને તેમનો જતન કરે અને બીજાને પણ તેના માટે પ્રેરિત કરવા જોઈએ. તે આપણા પોતાના ભલા માટે છે અને આપણે આને જેટલી જલ્દી સમજીએ તેટલું આપણા માટે સારું છે.

ઇકોસિસ્ટમ


વૃક્ષો સમૃદ્ધ સ્વસ્થ ઇકોસિસ્ટમમાં ફાળો આપે છે. આ જગતના તમામ પ્રકારના પ્રાણીઓ પશુઓ હોય કે પછી જંતુઓ હોય કે પછી ફૂગ હોય તમામ લોકો વૃક્ષોને વૃક્ષોમાં જ પોતાનું ઘર બનાવે છે અને તે અલગ અલગ ઇકો સિસ્ટમ ઊભી કરે છે જેના લીધે વાતાવરણ સંતુલિત રહી શકે છે .

આ સંતુલિત વાતાવરણ, બદલામાં, મનુષ્યના વિકાસમાં ફાળો આપે છે. વૃક્ષો પોતાનો ખોરાક જાતે જ ઉત્પન્ન કરે છે અને તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા દ્વારા જ પોતાનો ખોરાક બનાવે છે અને સમગ્ર ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર યોગદાન આપે છે.વૃક્ષો એ દવાઓનો સમૃદ્ધ સ્ત્રોત છે જેનો ઉપયોગ આયુર્વેદની જેમ કુદરતી રીતે આપણા રોગોને મટાડવા માટે થાય છે.

વૃક્ષોના મહત્વ પર FAQs નિબંધ


પ્ર. 1. વિશ્વનું સૌથી મોટું વૃક્ષ કયું છે?

જવાબ: જનરલ શેરમેન, એક વિશાળ સેક્વોઇઆ, વિશ્વનું સૌથી મોટું વૃક્ષ (વોલ્યુમ દ્વારા) છે, જે 52,000 ઘનફૂટ લાકડા (1,486.6 મીટર) સાથે 275 ફૂટ (83.8 મીટર) ઊંચું છે.

પ્ર.2. એક જ દિવસમાં એક મોટું વૃક્ષ કેટલું પાણી પી શકે છે?

જવાબ: એક દિવસમાં એક મોટું વૃક્ષ જમીનમાંથી 100 ગેલન જેટલું પાણી ઉપાડી શકે છે અને તેને ઓક્સિજન અને પાણીની વરાળ તરીકે હવામાં વિસર્જન કરી શકે છે.

આ બ્લોગ પર તમને નિબંધ, ભાષણ, સારા વિચાર, અને સ્ટોરીઓ વાંચવા મળશે. તમારે પણ કોઇ સ્ટોરી લખવી હોય તો અમારા બ્લોગમા લખી શકો છો.

Leave a Comment